આ વર્ષની મોસ્ટ એવેઇટેડ ફિલ્મ ‘વિક્રમ વેધા’નું ટીઝર જ્યારથી રીલિઝ થયુ છે, તેણે દર્શકોની આ ફિલ્મને લઇને આશાઓને આગામી સ્તર પર પહોંચાડી દીધી છે. જ્યાં દર્શકો ફિલ્મની આગામી ઝલક નિહાળવાની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે, ત્યાં નિર્માતાઓએઅંતે ફિલ્મનું નવુ પોસ્ટર જાહેર કરી દીધુ છે. જેમાં બન્ને લીડ્સ પહેલા ક્યારેય ન દેખાયા હોય તેવા અવતારમાં જોવા મળી રહ્યાં છે.
એવામાં ‘વિક્રમ વેધા’ના તમામ ચાહકો, જે એ જાણવા ઇચ્છે છે કે ફિલ્મના નિર્માતા ફિલ્મના બહુપ્રતિક્ષિત ટ્રેલરને ક્યારે કરવાના છે,રીલિઝ તો તેમને જણાવી દઇએ કે તે દિવસ હશે ગુરૂવાર એટલે કે 8 સપ્ટેમ્બરનો. પુષ્કર અને ગાયત્રીના દિગ્દર્શનમાં બનેલી ‘વિક્રમ વેધા’નું નવુ પોસ્ટર હકીકતમાં ખૂબ જ શાનદાર છે, જેણે એક નવી આગનેપ્રજ્જવલિત કરી દીધી છે. આ પોસ્ટર પેહલી વાર ઋતિક રોશન અને સૈફ અલી ખાનને એક જ ફ્રેમમાં એક સાથે લાવે છે, જે
જોવામાં કોઇ જાદુથી ઓછું નથી. આ ઉપરાંત, પોસ્ટર તે ધમાકેદાર એક્શન વિશે ઘણું બધુ કહે છે, જેનો દર્શકોએ સ્ક્રિન પર સામનો કરવાનો છે, કારણકે પોસ્ટર પર ઋતિકને એક બંદૂક પકડેલી સ્ટાઇલિંગ પોઝીશનમાં જોઇ શકાય છે, તો બીજી તરફ સૈફ એક પોલિસ વાળાની પોતાની આભાને પોતાની સાથે રાખી શૂટિંગ પોઝીશનમાં કિલર એક્સપ્રેશન આપી રહ્યાં છે. ફિલ્મના આ પોસ્ટર પર ફિલ્મના ટ્રેલરની રીલિઝ ડેટ પણ આપવામાં આવી છે. કહી શકો છો કે ફિલ્મનું આ નવુ પોસ્ટર આકર્ષક લાગી રહ્યું છે અને ચોક્કસથી ઋતિક અને સૈફના ફેન્સ માટે એક વ્યાપક ઉત્સાહ છે.
‘વિક્રમ વેધા’ને ગુલશન કુમાર, ટી-સીરીઝ અને રિલાયંસ એન્ટરટેનમેન્ટે ફ્રાઇડે ફિલ્મવર્ક્સ એન્ડ જિયો સ્ટૂડિયોઝ અને YNOT સ્ટૂડિયો પ્રોડક્સનના સહયોગિતામાં રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મ પુષ્કર અને ગાયત્રી દ્વારા દિગ્દર્શિત અને ભૂષણ કુમાર અને એસ શશિકાંત અને રિલાયંસ એન્ટરટેનમેન્ટ દ્વારા નિર્મિત છે, જે 30 સપ્ટેમ્બર, 2022ના રોજ વિશ્વ સ્તર પર મોટા પડદા પર રીલિઝ થશે..