ગ્રાહક સેવા અને અનુભવને નવી ઊંચાઈએ લઈ જવાના પ્રયાસમાં વૈશ્વિક સ્માર્ટ ડિવાઈસ બ્રાન્ડ ઓપ્પો દ્વારા તેનાં સર્વિસ સેન્ટર્સ 3.0 રજૂ કરવામાં આવ્યાં છે. આ નવી પેઢીનાં સેન્ટર્સ ખાસ દરેક બાબતના હાર્દમા ટેકનોલોજી ચાહતા અને બધાં સંપર્કસ્થળે અવ્વલ અનુભવ ચાહતા આધુનિક અને યુવા ગ્રાહકો માટે ખાસ તૈયાર કરવાં આવ્યાં છે. બ્રાન્ડ લોયલ્ટી અને પારદર્શકતા પ્રેરિત કરવાના લક્ષ્ય સાથે સંપૂર્ણ નવાં ઓપ્પો 3.0 સર્વિસ સેન્ટર્સની મુલાકાત લેનારા ગ્રાહકો હવે પ્રોડક્ટનાં પ્રદર્શન અને હેન્ડહેલ્ડ ડિવાઈસીસ માટે સમારકામ અને સેવા રૂબરૂ જોઈ શકશે. આને કારણે સર્વ પાર્ટસ અને ખુદ ડિવાઈસની વિશ્વસનીયતા અને સલામતીની ખાતરી રહીને ડેટાની સુરક્ષાની પણ બાંયધરી રહેશે.
ગ્રાહકો માટે આરામ અને સુવિધાનો નવો દાખલો બેસાડતાં ઓપ્પો દ્વારા પિક-અપ અને ડ્રોપ સેવાઓ રજૂ કરવામાં આવી છે, જેનાથી ગ્રાહકો તેમના ઘેરબેઠાં આરામથી તેમનાં ડિવાઈસીસ સમારકામ કરાવી શકશે. ભારતમાં આ વ્યવસ્થા 13,000 પિન કોડ્સમાં કાર્યરત થશે. સમારકામ અને સુધારેલાં ડિવાઈસીસ માટે આ પિનકોડ્સમાંથી પિક-અપ કરેલાં ડિવાઈસીસ 3થી 5 કામકાજના દિવસમાં પાછાં કરાશે. દેશભરમાં સેવાઓ પૂરી પાડવા અને સુવિધામાં નવો દાખલો બેસાડવા માટે ઓપ્પો દ્વારા સપ્તાહમાં ડિવાઈસીસ પાછાં આપવા માટે ઉદ્યોગ અવ્વલ ટીએટી (ટર્ન અરાઉન્ટ ટાઈમ) પૂરો પડાય છે. ઓક્ટોબર 2022થી આરંભ કરતાં ઉપભોક્તાઓ ભારતભરમાં તેમના ઓપ્પો સ્માર્ટફોન્સ માટે સર્વિસિંગ પિક- અપ બુક કરી શકે છે. કોઈ પણ ઓપ્પો ડિવાઈસનું પિકઅપ શિડ્યુલ કરવા માટે ગ્રાહકો ટોલ ફ્રી નંબર (18001032777) પર સવારે 9થી સાંજે 7 વચ્ચે કોલ કરી શકે છે.
ઓપ્પો ઈન્ડિયાના કસ્ટમર સર્વિસના હેડ સૌરભ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, “કસ્ટમર- ફર્સ્ટ મોડેલ તરીકે અમે વિવિધ ચેનલો પર ગ્રાહકોનો ફીડબેક સાંભળવામાં અને તેમની જરૂરતો માટે ઉત્તમ અનુકૂળ પહેલો કામે લગાવવામાં માનીએ છીએ. તેમની સાથે અમારા વાર્તાલાપમાંથી સતત મળતી અંતદ્રષ્ટિ પારદર્શક, સુવિધાજનક અને અવ્વલ સેવા અનુભવ માટે જરૂરી હતી. આ ફીડબેક સાથે સુમેળ સાધતાં અમે સર્વિસ સેન્ટર 3.0ના લોન્ચ સાથે આફ્ટર- સેલ્સ સર્વિસિંગમાં નવું ઉદ્યોગ સીમાચિહન સ્થાપિત કર્યું છે. ઉપરાંત ઝડપી, આસાન અને વધુ સુવિધાજનક ગ્રાહક અનુભવ આપવા માટે અમે ડિવાઈસ પિકઅપ અને ડ્રોપ સેવાઓ રજૂ કરી છે, જે દેશભરમાં ગુણવત્તાયુક્ત ટેકનોલોજીની પહોંચક્ષમતા વધારવાની ખાતરી રાખશે.”