ગુજરાતી દર્શકોને હંમેશા સારું કન્ટેન્ટ આપવા માટે પ્રખ્યાત શેમારૂમી પર આ વખતે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને હિટ ફિલ્મોની હારમાળા આપી રહેલા મલ્હાર ઠાકરની નવી ફિલ્મ લઈને આવ્યું છે. શેમારૂમી પર મલ્હાર ઠાકરની લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ ‘વિકીડાનો વરઘોડો’નું ડિજિટલ પ્રીમિયર થવા જઈ રહ્યું છે. શેમારૂમી પર આગામી ગુરુવાર એટલે કે 6 સપ્ટેમ્બરના રોજ ‘વિકીડાનો વરઘોડો’ નીકળવાનો છે.
થિયેટરમાં દર્શકોનો જબરજસ્ત પ્રતિસાદ મેળવી ચૂકેલી આ ફિલ્મ તમને ખડખડાટ હસાવવા માટે તૈયાર છે. ફિલ્મમાં વિકીના સ્કૂલ-કોલેજ અને યુવાનીના સમયની પ્રેમકથા દર્શાવાઈ છે. જીવનના જુદા જુદા ત્રણેય તબક્કામાં વિકીના જીવનમાં ત્રણ અલગ-અલગ યુવતી આવે છે. વિકીને સ્કૂલમાં અને કોલેજમાં પ્રેમ થાય છે. પરંતુ ક્યારેક દ્રાક્ષ ખાટી નીકળે છે કે, તો ક્યારેક લવસ્ટોરીમાં ટ્વિસ્ટ આવે છે. આખરે વિકી લગ્ન કરવા તૈયાર થાય છે, ત્યારે જ વિકીની એક્સ ગર્લફ્રેન્ડ્ઝ સીધી જ લગ્નસ્થળે આવે છે, અને વિકી સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવે છે. હવે વિકી માટે સવાલ એ છે કે લગ્ન કોની સાથે કરવા? વિકીની કોમેડી ડિફિકલ્ટ સિચ્યુએશન, પ્રેમ સંબંધોના તાણાવાણાની સાથે એક ઉમદા મેસેજને રજુ કરતી આ ફિલ્મ દર્શકો માટે ચોક્કસ એક ટ્રીટ સમાન છે.
નેશનલ એવોર્ડ વિજેતા ડિરેક્ટર જોડી રાહુલ ભોલે અને વિનીત કનોજિયાએ આ ફિલ્મની સ્ટોરી લખી છે, સાથે જ ફિલ્મને ડિરેક્ટ પણ કરી છે. આ ફિલ્મમાં મલ્હાર ઠાકરની સાથે સાથે જીનલ બેલાણી, માનસી રાચ્છ, એમ. મોનલ ગજ્જર લીડ રોલમાં છે. જ્યારે અનુરાગ પ્રપન્ન, અલ્પના બૂચ અને ચેતન દૈયા જેવા શાનદાર કલાકારો પણ જોવા મળશે.
ફિલ્મ અંગે મલ્હાર ઠાકરનું કહેવું છે કે,’શેમારૂમી મારા માટે બીજું ઘર છે. નાટકો બાદ મારી ફિલ્મો પણ શેમારૂમી થકી દર્શકો સુધી પહોંચી રહી છે. વિકીડાના વરઘોડા વિશે તો શેમારૂમીના દર્શકોને મારે ખાસ કહેવું છે કે જરૂરથી જોજો, ખૂબ મજા પડશે, હસવાની ગેરંટી હું આપું છું.’ તો જીનલ બેલાણીનું કહેવું છે કે,’મને સ્ક્રીપ્ટ વાંચીને, શૂટિંગ કરતા સમયે ખૂબ જ મજા પડી હતી. મને ખાતરી છે કે દર્શકોને પણ આટલી જ મજા પડશે. મજાની વાત એ છે કે અહીં વિદ્યાર્થીકાળની નિર્દોષ લવસ્ટોરી, કોલેજ કાળનો પ્રેમ અને લગ્ન વિશે પણ વાત છે, એટલે જુદી જુદી ત્રણ પેઢીને આ વાર્તા ગમવાની છે.’ કૉ-સ્ટાર માનસી રાચ્છ પણ કહી રહ્યા છે કે,’હસી હસીને દર્શકોને પેટમાં દુઃખાવો થઈ જશે એ વાત ચોક્કસ છે. એકદમ નિર્દોષ કોમેડી આખો પરિવાર સાથે બેસીને જોઈ શક્શે.’
ગુજરાતી મનોરંજન ક્ષેત્રે શેમારૂમી સૌથી વધુ અને નવું કન્ટેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે. શેમારૂમી પર દર અઠવાડિયે એક નવી મૂવી, વેબસિરીઝ કે નાટક રિલીઝ થઈ રહ્યા છે. 500થી વધુ ગુજરાતી નાટકો, ફિલ્મો, વેબસિરીઝ ધરાવતું આ વિશ્વનું એકમાત્ર પ્લેટફોર્મ છે. આનંદની વાત એ છે કે વિશ્વના કોઈ પણ ખૂણેથી તમે પોતાની ભાષાનું મનોરંજન શેમારૂમી પર માણી શકો છો.