Scroll Top

7–8 માર્ચે કચ્છના ધોરાડો ખાતે સંસ્કૃતિ અને સન્માનનો મહોત્સવ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ ૨૦૨૬

oplus_140509184

અમદાવાદ, ફેબ્રુઆરી ૨૦૨૬: ગુજરાતી કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રતિભાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે એક નવી અને મહત્વપૂર્ણ પહેલ રૂપે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ ની પ્રથમ આવૃત્તિનું સત્તાવાર લોન્ચિંગ 9 ફેબ્રુઆરી 2026ના રોજ કરવામાં આવ્યું. આ એવોર્ડ્સનું આયોજન AR9 Holidays Pvt. Ltd. દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં 7 માર્ચે કલ્ચરલ નાઈટ અને 8 માર્ચે ભવ્ય એવોર્ડ નાઈટનું આયોજન ગુજરાતના વૈશ્વિક ઓળખ ધરાવતા સ્થળ કચ્છ યાત્રા રિસોર્ટ, ધોરાડો (White Rann of Kutch) ખાતે કરવામાં આવશે. આ એવોર્ડ્સના આયોજન અંગે AR9 Holidays Pvt. Ltd.  ના ડાયરેક્ટર તથા કચ્છ યાત્રા રિસોર્ટના સ્થાપક શ્રી અરવિંદ રૂપાલિયા એ માહિતી આપી.

Leave a comment